સૌરાષ્ટ્ર ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ
આણંદ
આજ સવારથી જ ભાવનગર અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને ગરમીમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ રાજ્યમાં પવન સાથે ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેમાં ખાસ કરી ૨૮ અને ૨૯ મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. વધુમાં હવામાન વિભાગે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગઈ રાત થી દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ સારો એવો વરસાદ પડ્યો છે અને ગુજરાતના છૂટાછયા વિસ્તાર જેવા કે છોટાઉદેપુર, ગીર વગેરે વિસ્તારમાં પણ વરસાદની માહોલ જોવા મળ્યો છે.
ગઈકાલે દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા અને ઉત્તર આંતરિક કર્ણાટકના નજીકના વિસ્તારોમાં સ્પષ્ટપણે નોંધાયેલો નીચા દબાણનો વિસ્તાર ગઈકાલે ૨૫ મે ના રોજ મરાઠવાડા અને નજીકના મધ્ય મહારાષ્ટ્ર પર ઓછા દબાણવાળા ક્ષેત્રમાં નબળો પડી ગયો હતો. ૨૬ મે ના રોજ તે મરાઠવાડા અને આસપાસના વિસ્તારો પર ફેલાયેલો હતો.
૨૭ મે ની આસપાસ પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર એક નીચા દબાણનો વિસ્તાર બનવાની શક્યતા છે. બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર પર તીવ્રથી ખૂબ જ તીવ્ર સંવહન સાથે છૂટાછવાયા નીચા અને મધ્યમ વાદળો છવાયેલા છે.
જે દર્શાવે છે કે મરાઠવાડા પર હાલના ઓછા દબાણવાળા વિસ્તારના અવશેષો મરાઠવાડા, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાંથી પસાર થશે અને ૨૭ મેની આસપાસ પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તરપશ્ચિમ બંગાળના ઉપસાગરમાં ઉભરી આવશે.
આમ પણ મુંબઈ અને ઉત્તરમાં રાજમાં ચોમાસુ ૧૦ જૂન આજુબાજુ આવતું હોય છે તેની બદલે આ વખતે ૨૬ મે ના રોજ આગમન થતાં આ વખતે ચોમાસુ ઘણું વહેલું છે
ચોમાસુ ૨૮ મેની આસપાસ ધીમે ધીમે તે ઓડિશા દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ તરફ અને પછી લગભગ ઉત્તર તરફ આગળ વધવાની આગાહી છે.
---x---
સંકલન ડો. રોહિત એચ. દવે