આણંદ ટુડે | નડિયાદ
શિક્ષક સંગઠિત બને, કર્મશીલ, સક્ષમ બની જ્ઞાનને વિસ્તારતો રહે તેવા ઉદેશ્ય સાથે ગુજરાતી કેથોલિક સમાજ દ્વારા
નડિયાદ ખાતે શિક્ષક સંમેલન યોજાયું હતું.જેમાં શ્રી ઈ. પી. દેસાઈ (રીટા. જો.સેક્રે.વહીવટી અને શિક્ષણ વિભાગ),સામાજિક અગ્રણી સંજય ડોડિયા, શ્રી ડૉ. એ. કે. રાઠોડ (રીટા.ડે.ડાયરેક્ટર કમિશ્નર ઑફ સ્કૂલ)
રેવ.ફા. લોરેન્સ,રેવ.ફા.લોરેન્સ માર્ટિન, ફાધર અરુલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
સંસ્થા પ્રમુખ સુભાષ મેકવાને સહુને આવકારી શિક્ષકોને સંગઠિત બની સામાજિક જવાબદારી નિભાવવા જણાવ્યું હતું. ફાધર લોરેન્સે એક બની, નેક બની શિક્ષણ કાર્યને મિશનની જેમ નિભાવી ધર્મ, જાતિ, લિંગ ભેદ વિના કાર્ય કરવા આહવાન કર્યું હતું.સંજય ડોડિયાએ 'કર્મ કરે જા, આયોજનબદ્ધ જીવતો જા' ની સમજ આપી હતી.
શ્રી ઈ. પી. દેસાઈએ શિક્ષક ધર્મની સાચી સમજ આપી સંઘર્ષમાંથી પણ શીખવા જણાવ્યું હતું. એક સાચો શિક્ષક સ્વ વિકાસ સાથે સમાજને પણ સક્ષમ બનાવી શકે છે.બીજા સત્રમાંડૉ. એ. કે. રાઠોડે શિક્ષકોના મૂંઝવતા પ્રશ્નોની સમજ આપી ઉકેલ સૂચવ્યો હતો.આ પ્રસંગે વિરંગ પટેલિયા ઉપપ્રમુખ, મહામંત્રી પંકજ મેકવાન, પ્રકાશ પરમાર ખજાનચી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 245 નિવૃત શિક્ષકો, 25 વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા શિક્ષકોનું સન્માન કર્યું હતું.
કાર્યક્રમનું સંચાલન અનિલ ક્રિષ્ટી અને અનિલ રોંઝાએ કર્યું હતું. આભારવિધિ પંકજ મેકવાને કરી હતી.