સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૭ મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે

સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૭મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે

સરદાર પટેલ યુનિર્વર્સિટીની આગવી પહેલ સ્વરૂપે ૧૬ હજાર જેટલા વિદ્યાર્થીઓના ડિજી લોકરમાં ડિગ્રી સર્ટીફિકેટ અપલોડ કરાશે

પદવીદાન સમારંભમાં કુલ ૧૦૦ જેટલા સુવર્ણચંદ્રકો મહાનુભાવોના હસ્તે એનાયત કરાશે

આણંદ,મંગળવાર
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષપદે તા.૬ ફેબ્રુઆરીના ગુરુવારે સવારે ૧૧:૦૦ કલાકે  સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરનો ૬૭ મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે.

આ પ્રસંગે ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલ તથા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનશેરિયા ઉપસ્થિતિ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ યુનિવર્સિટીના આગવી પહેલ સ્વરૂપે વાર્ષિક સમારંભ દરમ્યાન જ લગભગ ૧૧ જેટલી વિદ્યાશાખાના ૧૬ હજાર જેટલા વિદ્યાર્થીઓને  ડિજી લોકરમાં ડિગ્રી સર્ટીફિકેટ અપલોડ કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, ૬૭માં વાર્ષિક પદવીદાન સમારંભમાં કુલ ૧૦૦ જેટલા સુવર્ણચંદ્રકો મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવશે.

------