1004676837

યુકેમાં વણસોલ 27 પાટીદાર સમાજના ગરબા મહોત્સવમાં સંસ્કૃતિ અને એકતાનો રંગ જામ્યો

યુ.કેમાં વણસોલ 27 પાટીદાર સમાજના ગરબા મહોત્સવમાં સંસ્કૃતિ અને એકતાનો રંગ જામ્યો

350થી વધુ પરિવારજનોએ માઁ અંબાની આરાધના સાથે ગરબાની રમઝટ બોલાવી

દાતાઓના સહયોગથી £10,000થી વધુના ખર્ચે નિઃશુલ્ક આયોજન

નિઃશુલ્ક સેલ્ફી પોઇન્ટ ખુબજ આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં સૌ પરિવારોએ  લીધો હતો

યુકે
વણસોલ 27 પાટીદાર સમાજ UK દ્વારા શનિવાર, 3 ઑક્ટોબર 2026ના રોજ પ્રી-નવરાત્રી 2026 નિમિત્તે પરંપરા, સંસ્કૃતિ, પરિવાર, એકતા અને ઉત્સાહના સુંદર સમન્વય સાથે ભવ્ય નિઃશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 5:30થી રાત્રે 10:30 વાગ્યા સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં 350થી વધુ સમાજબંધુઓ અને પરિવારજનોને માઁ અંબાની આરાધના સાથે નિઃશુલ્ક ગરબા રમવાનો આનંદદાયક અવસર મળ્યો હતો. દાતાશ્રીઓના ઉદાર સહયોગથી સમગ્ર કાર્યક્રમનો કુલ ખર્ચ £૧૦૦૦૦ (દસ હજાર પાઉન્ડ) થી વધુ થયો હતો, જેની જવાબદારી દાતાઓએ ઉઠાવી હતી.

કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદના અને માતાજીની આરતીથી કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકો માટે ગરબા અને વિવિધ સ્પર્ધાઓ, બાળાઓ તથા માતાઓ માટે ગરબા અને ત્યારબાદ યુવાઓ, પુરુષો તથા સમગ્ર પરિવાર માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા દરમિયાન વિવિધ સ્પર્ધાઓનાં ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિઃશુલ્ક ગરબા મહોત્સવમાં સ્પર્ધાનાં નવ ઇનામો માટે ગમડીગામ ના શ્રી સંજયભાઈ પટેલે સહયોગ આપ્યો હતો.

કાર્યક્રમમાં સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા માટે ગામ રતનપુરાના શ્રી વિમલભાઈ પટેલ અને શ્રીમતી જાનવીબેન પટેલે ઉદાર દાન આપ્યું હતું. હોલ બુકિંગ માટે ગામ સુરાશામળ ના શ્રી ધર્મેશકુમાર ચંદ્રકાંતભાઈ પટેલે સહયોગ આપ્યો હતો. આ ઉપરાંત, સમાજની એક દાતાદિકરી એ પોતાનું નામ જાહેર ન કરવાની ઇચ્છા સાથે મૌન રહીને દાન આપ્યું હતું. ડીજે, મ્યુઝિક અને લાઇટિંગની સેવા ગામ જિટોડિયા ના શ્રી સમીરભાઈ પટેલ દ્વારા પૂરી પાડવામાં આવી હતી, જ્યારે ફોટોગ્રાફીની જવાબદારી ગામ લિંગડાના શ્રી મિહિરભાઈ પટેલે સંભાળી હતી.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પાર્કિંગ ટીમ, પ્રવેશ વ્યવસ્થા ટીમ, સ્ટેજ ટીમ, સેલ્ફી પોઇન્ટ ટીમ, હોલ વ્યવસ્થાપન ટીમ તેમજ કાર્યક્રમ પહેલાં અને પછી સફાઈની જવાબદારી સંભાળતી ટીમ સહિત વિવિધ ટીમોની રચના કરવામાં આવી હતી. તમામ સભ્યોએ ઉત્સાહપૂર્વક અને નિષ્ઠાથી સેવા આપીને કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

કાર્યક્રમના અંતે દાતાશ્રીઓ, નિર્ણાયક મંડળના સભ્યો અને સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજ વતી દાતાશ્રીઓ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને તેમને ફૂલોના ગુલદસ્તા અર્પણ કરવામાં આવ્યા હતા. દાતાઓના સહયોગ અને સ્વયંસેવકોની નિઃસ્વાર્થ સેવાથી યુકેમાં વસતા સમાજબંધુઓને એકસાથે મળી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનો સુંદર અવસર પ્રાપ્ત થયો હતો.

વણસોલ 27 પાટીદાર સમાજ UKનો આ પ્રી-નવરાત્રી નિઃશુલ્ક ગરબા મહોત્સવ માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ જ નહીં, પરંતુ સમાજની એકતા, સહકાર, સેવાભાવ અને પરસ્પર લાગણીનું પ્રતીક બની રહ્યો હતો. સમગ્ર આયોજનમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ, સમાજના સભ્યો અને સ્વયંસેવકોનો સમાજ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કાર્યક્રમ માં સ્ટેજ સમિતિ માં બિમલભાઈ પટેલ ( જીટોડીયા ) કાર્યક્રમ સંચાલન  રવિભાઈ જે પટેલ (ભરોડા ),સમીરભાઈ પટેલ (જીટોડીયા ) કાર્યક્રમ ના પ્રવેશ સંચાલન સોસીઅલ  મીડિયા ટિમ જય પટેલ (વીણા) ,કેયુરભાઈ પટેલ ( લીંગડા) અને ભોજન વ્યવસ્થા સંચાલન પીનભાઈ પટેલ ( રતનપુરા) ગૌરાંગ ભાઈ પટેલ (રતનપુરા) ભાવિનભાઈ પાઠક (લીંગડા) ,પાર્કિંગ વ્યવસ્થા અમિતભાઇ પટેલ દ્વારા કરવાં આવેલ અને વિશેષ સમગ્ર કાર્યક્રમ માં એક થી અનેક પ્રત્યેક સેવા  બાબતે ખુબ ગંભીરતાથી જવાબદારી  પૂર્વક ની સેવા નું નીર્વાહન  પ્રતિકભાઈ પટેલ (રાસનોલ) તુષારભાઈ પટેલ (આશીપુરા ) હરીશભાઈ પટેલ ( આશીપુરા) પંકજભાઈ પટેલ (સુરાશામળ ) પ્રિતેશભાઇ પટેલ ( રાસનોલ) સમિત પટેલ (કાસોર) ઉમંગે પટેલ (હેરંજ ), હાર્દિક પટેલ (જીટોડીયા ) વિતુલભાઈ પટેલ (ગામડી) ચિરાગ પટેલ ( કાસોર) દ્વારા સમગ્ર કાર્યક્રમ માં અદ્દભુદ સેવા બજાવી હતી જેમાં સમાજ ના વિવિધ ગામડાઓ ના અનેક યુવાન યુવકો યુવતીઓ  દ્વારા તેમનો કિંમતી સમય આપી ખડે પગે સેવા સમય અને સહકાર આપી અનોખું ઉદાહરણ પૂરું પાડવાં આવ્યું હતું

આદરણીય ભીખુભાઇ ભાઇલાલ ભાઈ પટેલ સાહેબ (પ્રમુખ વણસોલ 27 પાટીદાર સમાજ ભારત અને ચેરમેન ચારોત્તર વિદ્યામંડળ  )નાકાર્યક્રમ UK પ્રવાસ દરમ્યાન આપેલ સૂચન ના ભાગરૂપે  નિઃશુલ્ક નવરાત્રી કાર્યક્રમ યોજાયો હતો જે બાબત ને ખુબજ બિરદાવવા માં આવી હતી
હાજર રહેલ સૌ દાતાઓ દ્વારા આગામી કાર્યક્રમો માં વધુ યોગદાન મળશે ની ખાતરી આપી હતી દાતાશ્રી વતી ચાર્ટેડ એકાઉન્ટન્ટ આદરણીય શ્રી સંજયભાઈ પટેલ (ગામડી)  ખુબ ઉત્સાહ પૂર્વક કાર્યક્રમ નો અંતિમ આભાર વક્તવ્ય માં આવનાર વર્ષે યોજાનાર પ્રત્યેક દિવસ નવરાત્રી ના કાર્યક્રમ માંટે દાતાઓ માંટે એક થી અનેક કંપનીઓ પાસે થી યોગદાન મેળવી જબરજસ્ત કાર્યક્રમ કરીશું નું વણસોલ 27 પાટીદાર સમાજ ના બુલંદ નારા સાથે વચન આપ્યું હતું .
કાર્યક્રમના અંતે ભોજન ના દાતા શ્રી વિમલભાઈ પટેલ દ્વારા કપ કેક,લસ્સી, પાપડી નો લોટ અને સમોસા નું વિતરણ સૌ પરિવાર માંટે ખુલ્લું  મૂકી સૌ ને પોતાના પરિવાર માંટે પ્રેમ પૂર્વક  માઁ જગત અંબા નો પ્રસાદ લઇ જવા જાહેરાત કરી હતી જેનો લાભ મોટી સંખ્યા માં જે  પરિવાર જનો એ લાભ લીધો હતો

સમગ્ર કાર્યક્રમ માં સૌ સાથીઓ દ્વારા અદ્દભુદ સેવા બજાવ્યા નો અનેરો ઉત્સાહ રાત્રી ના 3 કલાકે પણ સ્વયંસેવકો હોલ ખાતે થી ઘરે નહોતા જઈ રહ્યા જે આવનાર દિવાળી ના કાર્યક્રમ ને સફળ બનાવવા ના નીર્ધાર નું સૂચક- સૂચન છે .

દિવાળી નો આવનાર કાર્યક્રમ તારીખ 14 નવેમ્બર ૨૦૨૬ના રોજ સાંજે ૫:૩૦ કલાકે આર સી ટી કેન્દ્ર , હેરો યુ.કે ખાતે યોજાનાર છે જેમાં મોટી સંખ્યામાં પરિવારો હાજર રહે તેવી સૌ સમાજ ના પરિવારો ને વણસોલ 27 પાટીદાર સમાજ દ્વારા પ્રાર્થના કરવાં આવી છે .